Solar Eclipse 2019: ભારત સહિત દુનિયાના અનેક ભાગોમાં જોવા મળ્યું સૂર્યગ્રહણ, દુબઈમાં દેખાઈ `રિંગ ઓફ ફાયર`
આજે એટલે કે 26 ડિસેમ્બર 2019ના રોજ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ (Solar Eclipse) છે. જેની અસર સમગ્ર દુનિયા સહિત ભારતમાં પણ જોવા મળશે. આ સૂર્યગ્રહણને રિંગ ઓફ ફાયરનું નામ અપાયું છે. આમ તો સૂર્યગ્રહણનું પોતાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ હોય છે.
નવી દિલ્હી: આજે એટલે કે 26 ડિસેમ્બર 2019ના રોજ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ (Solar Eclipse) છે. ગ્રહણનો પ્રારંભ ગુજરાતના દ્રારકામાં થઈ ગયો છે. તેની અસર સમગ્ર દુનિયા સહિત ભારતમાં પણ જોવા મળશે. કંકણ સ્વરૂપે તો ભારતમાં ફક્ત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં જ જેમ કે કેરળ, કર્ણાટક, તામિલનાડુમાં જોઈ શકાશે. બાકીના ભારતમાં ખંડગ્રાસ તરીકે જોવા મળશે. તામિલનાડુના મદુરાઈમાં કંકણ સ્વરૂપે સૌથી વધુ જોઈ શકાશે કારણ કે આ ગ્રાસમાન 93.1 ટકા રહેશે. એટલે કે આટલો સૂર્ય ગ્રહણ દરમિયાન ઢંકાયેલો રહેશે. આ સૂર્યગ્રહણને રિંગ ઓફ ફાયરનું નામ અપાયું છે. આમ તો સૂર્યગ્રહણનું પોતાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ હોય છે.
આંશિક સૂર્યગ્રહણ સવારે 8:04 વાગ્યાથી શરૂ થયું, 9.24 વાગે ચંદ્રમાએ સૂર્યના કિનારાને ઢાંકવાનુ શરૂ કરી દીધુ. સવારે 9.26 વાગ્યા સૂધીમાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું અને આ ગ્રહણ 11 વાગે સમાપ્ત થશે. ગ્રહણનો મધ્ય સમય 10:48 વાગ્યાનો રહેશે. કંકણ સમાપન બપોરે 12:29 વાગે થશે. ગ્રહણનો મોક્ષ કાળ સમય બપોરે 1:36 વાગે થશે. આ સમગ્ર ગ્રહણ દરમિયાન સૂર્ય 3:34 મિનિટ માટે કંકણ સ્વરૂપે જોવા મળશે.
આજે દુર્લભ સૂર્યગ્રહણ, જાણો કઈ રાશિ પર કેવી પડશે અસર
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube